લાઠીમાં આવેલી પુરીબેન માવજીભાઈ શંકર વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો દ્વારા ગુરુના મહત્વ વિશે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના દિવસે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રાર્થના ગાયન તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને આચાર્ય દ્વારા પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.