લાઠીના હિરાણા ગામે પુત્રએ માતાની આંગળીએ બચકું ભરી ટેરવું કાપી નાંખ્યું હતું. તેમજ માતા-પિતાને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે ગૌરીબેન ઉર્ફે ગવુબેન વાલજીભાઈ નરજીભાઈ કુકવાવાએ પુત્ર પ્રકાશભાઈ વાલજીભાઈ કુકવાવા સામે ફરિયાદ નોંધાવી હતી. પુત્ર તેના પિતા સાથે ઝઘડો કરતા હોય અને તેઓને બટકું ભરી ગયો હતો. તે વખતે તેઓ તેમના પતિને છોડાવવા વચ્ચે પડતા જમણાં હાથની બીજી આંગળીએ બચકું ભરી જઇ આંગળીનું ટેરવું કાપી નાંખ્યું હતું. તેમજ તેમને તથા તેના પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એન.ગરૈયા વધુ તપાસ કરી રહ્યા છે.