લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના સરકારી પીપળવા ગામેથી ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમને સ્થાનિક સર્વેલન્સ ટીમે પકડી લીધો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓના આરોપીઓને પકડવા માટે સૂચના આપેલ છે. જે અન્વયે લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોની સાહેબની સૂચના હેઠળ લાઠીના સરકારી પીપળવા ગામેથી એક ઇસમને ચોરી કરેલ મોટરસાયકલ રજી. નંબર. GJ-03-AP-4132 જેના ચેસીસ નંબર 04L16C22306 તથા એન્જીન નંબર 04L1M22603 છે તેને પકડી પાડેલ છે. આ મોટરસાયકલની ચોરી અંગે તપાસ કરાવતા તે રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૦૩૯૮/૨૦૨૫ BNS ક.૩૦૩(૨) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે. પોલીસે આ ગુનામાં સરકારી પીપળવાના રહેવાસી શૈલેષભાઇ ઉર્ફે સંજયભાઇ જીણાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫) સામે કાર્યવાહી હાથધરી હતી. આ કામગીરી લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. એસ.ડી.કામળીયા, પો.કોન્સ. વિશ્વજીતસિંહ વિરભદ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. સુનીલભાઇ હરેશભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.