વીર હમીરસિંહ ગોહિલની ધરતી લાઠી ખાતે સૈન્યની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા યુવાન સૈનિક ધ્રુવ હસમુખભાઈ કટિયાનું શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરેલા ધ્રુવ કટિયાનું લાઠી શહેરની જનતા દ્વારા ભવાની સર્કલ, ચાવંડ દરવાજા અને મુખ્ય બજારમાં ઢોલ-નગારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. યુવાન સૈનિકના સ્વાગત માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વેપારીઓ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.