લાઠી તાલુકાના મુળીયાપાટ પ્રાથમિક શાળાના આચાર્ય હીરાભાઈ ખોડાભાઈ સોલંકી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ શિક્ષક તરીકેની ૩૩ વર્ષની લાંબી અને ઉત્કૃષ્ટ સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થતા હોય, તેમના માનમાં એક નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અમરેલી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જી.એમ. સોલંકી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા હીરાભાઈનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું આગળનું જીવન સુખમય તેમજ નિરોગી રહે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.