લાઠીના માલવીયા પીપરીયા ગામે રહેતી પરિણીતાને અમદાવાદમાં રહેતા સાસરિયા કનડગત કરતા હતા. સાસરિયાનો સિતમ મુંગા મોઢે સહન કર્યા બાદ પરિણીતાએ પિયર ફરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રૂજલબેન કનુભાઈ માલવીયા (ઉ.વ.૨૭)એ અમદાવાદના નિકોલમાં રહેતા પતિ સંજયભાઇ જયસુખભાઇ આકોલીયા, સાસુ ગીતાબેન જયસુખભાઇ આકોલીયા, સસરા જયસુખભાઇ વિરજીભાઇ આકોલીયા, જેઠ લક્ષ્મણભાઇ જયસુખભાઇ આકોલીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમને લગ્ન બાદ છ મહિના સારી રીતે રાખી હતી. ત્યારબાદ પતિ તથા સાસુ, સસરા તથા જેઠ નાની નાની વાતોમાં મેણાં ટોણાં તથા તેમને જેમ ફાવે તેમ ગાળો આપતા હતા. તેમજ શારીરિક માનસીક દુઃખત્રાસ આપ્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ.ખેર વધુ તપાસ કરી રહ્યા છે.