અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભાલવાવ ગામે લાંબા સમયથી પ્રજાજનોની સુવિધાપથ (સી.સી. રોડ)ની મહત્વપૂર્ણ માંગ હતી. આ આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. ભાલવાવ ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન કાચા ત થા જર્જરિત રસ્તાઓ કારણે રોજિંદી આવાગમન, શાળા-કોલેજ, આરોગ્ય સેવા તથા ખેતી સંબંધિત વાહન વ્યવહાર અસરગ્રસ્ત થતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય જનક તળાવીયાએ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી. આ માર્ગ બનવાથી ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે, ટ્રાફિક સુવ્યવસ્થિત થશે અને ગ્રામજનોને વર્ષો સુધી ટકાઉ અને સુરક્ષિત માર્ગ સુવિધા પ્રાપ્ત થશે. ધારાસભ્ય જનક તળાવીયાએ આ અંગે જણાવ્યું હતું કે, “મારા વિસ્તારના દરેક ગામમાં મૂળભૂત સુવિધાઓ પહોંચે તે મારી પહેલી પ્રાથમિકતા છે. ભાલવાવ ગામે મંજૂર થયેલ આ સી.સી. રોડ ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.