લાઠીના નારાયણનગર ગામે પિતાને મારમાંથી બચાવવા વચ્ચે પડેલી પુત્રીનો દુપટ્ટો ખેંચી સ્ત્રી મર્યાદાનો ભંગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગાળો બોલી “જોઈ લેવાના છે” તેવી ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મહિરભાઈ પ્રવિણભાઈ મકવાણા (ઉ.વ.૧૯)એ બિપીનભાઇ મકવાણા, સુમીત ઉર્ફે બાવલી લાલભાઇ ચૌહાણ, રવીભાઇ ચાવડા, નિલેશભાઇ મકવાણા, સાગરભાઇ મકવાણા, સુજલભાઇ મકવાણા તથા નિકુંજભાઇ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના પિતાને આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ફરિયાદી આ લોકોને સમજાવવા જતા તેના પિતાને માર મારી મુંઢ ઇજા કરી, ગાળો આપી હતી. તે દરમ્યાન તેના બહેન વચ્ચે પડતા સ્ત્રી મર્યાદાનો ભંગ થશે તેવું જાણવા છતાં ગુનાહિત બળ વાપરી દુપટ્ટો ખેંચી હાથ પકડી ધક્કો માર્યો હતો. આરોપીઓએ તેમને તથા સાહેદોને ગાળો આપી “સવારે જોઇ લેવાના છે” તેવી ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.આર. કસાડા વધુ તપાસ કરી
રહ્યા છે.