લાઠીના ધ્રુફણીયા ગામે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. લાઠીના ધ્રુફણીયા ગામે રસોડામાં ચા બનાવવા જતી વખતે લાઈટર કરતાં આગ લાગી હતી. જેમાં બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવ અંગે શંભુભાઈ બેચરભાઈ કળથીયા (ઉ.વ.૫૮)એ જાહેર કર્યા મુજબ, સવારનાં છએક વાગ્યે પોતાનાં રહેણાંક મકાનનાં રસોડામાં ચા બનાવવાં ગયા હતા. ગેસનાં ચૂલાને ચાલુ કરવા લાઇટર ચાલુ કરતા રસોડામાં આગ લાગતા ભડકો થયો હતો. તેમના શરીરે આગ લાગતા મોઢા, છાતી, બન્ને હાથનાં ભાગે તથા પીઠ અને બન્ને પગે દાજી ગયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.