અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબીશનની પ્રવૃત્તિ સામે કડક કામગીરી કરી રહી છે. ધૃફણીયા ગામેથી એક મહિલા પાસેથી ૩ લીટર તથા ડેડાણ ગામે પટેલપરામાંથી એક યુવક પાસેથી ૪ લીટર મળી કુલ ૭ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાંભાના પીપળવા રોડે સરકારી હોસ્પિટલ પાસેથી એક યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. અમરેલી સિવિલ હોસ્પિટલ અને ડ઼ુંગર ગેટ પાસેથી એક એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.









































