અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ખાતે આવેલી ‘હેતની હવેલી’માં ધોળકિયા ફાઉન્ડેશન, રોટરી ક્લબ અને વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત ચાર દિવસીય મહા મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. તારીખ ૪ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં હજારો જરૂરિયાતમંદ દર્દીઓએ નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં દેશ અને વિદેશના ખ્યાતનામ ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી, જેમાં ૧૦,૦૦૦થી વધુ લોકોની આંખની તપાસ કરવામાં આવી અને ૧,૦૦૦થી વધુ લોકોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું હતું. ૧૦૦થી વધુ દર્દીઓની કેન્સરની તપાસ, ૩૫૦થી વધુ દર્દીઓને એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર, ૧૦૦ ઉપરાંતના લોકોના દાંતની સારવાર કરાઈ હતી.