લાઠી તાલુકાના છભાડીયા, ભીંગરાડ અને પ્રતાપગઢ ગામના સરપંચે વિવિધ એસ.ટી. બસ શરૂ કરવા માટે અમરેલી ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સવારે ૯ ઃ ૪૫ કલાકે ભીંગરાડ ગામે આવતી ધારી-દામનગર- ભાવનગર બસ વાયા પ્રતાપગઢ, ભીંગરાડ, છભાડીયા ગામના રૂટ પર ચાલે છે. ત્યારબાદ બપોરે ૩ : ૩૦ કલાકે આવતી અમરેલી-દામનગર. વાયા પ્રતાપગઢ, ભીંગરાડ, છભાડીયા રૂટ પર ચાલે છે પણ રિટર્નમાં આ બન્ને બસ વાયા ભુરખીયાથી ચાલે છે. આથી અમારે ખુબ હાડમારીનો સામનો કરવો પડે છે. આથી ધારી- દામનગર-ભાવનગર બસ રિટર્ન વાયા ભીંગરાડ રૂટ શરૂ કરવાની માગણી છે.