લાઠીના તાજપર ગામમાં અંદાજિત ૭૦ લાખના ખર્ચે નિર્માણ થનારા સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્ય ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગામના આંતરિક માર્ગોને સુવિધાયુક્ત બનાવવાનો છે. આ પ્રસંગે ખાતમુહૂર્તનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ ડેર અને સરપંચ વિજયભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સી.સી. રોડના નિર્માણથી ગામના લોકોને અવરજવરની સુવિધામાં મોટી રાહત મળશે. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ વિકાસકાર્ય બદલ સાંસદ તેમજ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.








































