રાજુલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું સ્નેહમિલન સમાજની વાડી ખાતે હર્ષોલ્લાસપૂર્વક યોજાયું. કાર્યક્રમનું આયોજન જય શામજીબાપુ યુવા ગ્રુપ રાજુલા દ્વારા કરવામાં આવ્યું, જેમાં સમાજના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તથા સમગ્ર પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સ્નેહમિલન દરમિયાન સમૂહલગ્નમાં વધુ લોકો જોડાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી અને સમાજના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો. કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર જય શામજીબાપુ યુવા ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.










































