અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંસોદર ગામે આઈ.સી.ડી.એસ. ઘટક લાઠી–સેજાના સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલાના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ–૨૦૨૫ ભવ્ય રીતે ઉજવાયો હતો. સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી મારફતે પૌષ્ટિક આહારનું મહ¥વ સમજાવવામાં આવ્યું હતું. ટેક હોમ રેશન (માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણશક્તિ) ઉપરાંત સરગવા તથા જુવાર, બાજરી, કાંગ, રાગી, મોરૈયો જેવા શ્રી અન્નમાંથી વાનગીઓ બનાવી લોકજાગૃતિ લાવવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ મહિલાઓ, કિશોરીઓ અને બાળકોને સુપોષિત બનાવી સ્વસ્થ અને સશક્ત સમાજ ઉભો કરવાનો હતો. સાથે સ્તન કેન્સર જાગૃતિ અને ચકાસણી પણ હાથ ધરાઈ હતી. અંતે વાનગી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ અને આંગણવાડી બહેનોને પ્રમાણપત્ર અપાયા હતા. ગામના આગેવાનો, વાલીઓ અને તંત્રના અધિકારીઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.