લાઠી તાલુકાના હીરાણા ગામમાં થોડા મહિના પહેલાં એક દુઃખદ ઘટના બની હતી. ગામના બે બાળકો પશુ ચરાવવા માટે ગયા હતા, ત્યારે તેઓ તળાવમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં બંને બાળકોના કરુણ મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકોના
આભાર – નિહારીકા રવિયા પરિવારજનોને આ દુઃખદ સમયે મદદરૂપ થવા માટે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ બંને બાળકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા. આ તકે તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, હીરાણા ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.