અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના લાખાપાદર ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત આયોજિત આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામ એવા જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, અચ્છાદન અને વાપ્સા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તદઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક
કૃષિના ઉત્પાદનોનું વેચાણ- માર્કેટિંગ વિશે પણ વ્યાપક સમજ આપવામાં આવી હતી. અમરેલી આત્મા પ્રોજેક્ટના દિલીપભાઈ ચાવડા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના એગ્રિ આસિસ્ટન્ટ જનક ચાવડા, રિસોર્સ પર્સન વૈશાલીબેન ચાવડા અને માર્કેટિંગ કન્સલ્ટન્ટ ધ્રુવ દેસાઈ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમરેલી આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન અને સંકલન હેઠળ કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સને આ તાલીમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.