ગોંડલના બહુચર્ચિત રીબડા ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસ મામલામાં મોટા અપડેટ સામે આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો છે. સુપ્રીમ કોર્ટની આગોતરા જામીનના ફટકાર બાદ અંતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોડી રાતે રાજદીપસિંહ જાડેજા હાજર થયો હતો. આશરે ૫ થી ૬ મહિનાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં તે ફરાર હતો. રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટની સ્યૂસાઈટ નોટમાં મોટો ઉલટફેર જાવા મળ્યો છે. તેની સ્યૂસાઈડ નોટનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. સ્યૂસાઈડ નોટમાં જે છેલ્લું પેજ હતું, તેના અક્ષર મેચ અન્ય પેઈજ સાથે મેચ ન થયા હોવાનુ રિપોર્ટમાં ખુલાસો થયો છે. એફએસએલ રિપોર્ટમાં ૩ પેજમાં અક્ષર અલગ અને ચોથા પેજમાં પણ અક્ષર અલગ જણાયા છે. પેજમાં લખાણ લખ્યું હતું કે, ‘હું અનુભાના દબાણથી ગળેફાંસો ખાઉં છું. રિદ્ધિ પટેલ અને રાજદીપના ત્રાસથી મરુ છું.’ તો ચોથા પેજમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના નામો લખેલા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, “એફએસએલ રિપોર્ટ મળ્યો છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો જાહેર કરી શકાય તેમ નથી”ગત ૫મી મે ૨૦૨૫ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે ૧૭ વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કાયદાના સકંજામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં એક મહત્વનો આદેશ આપ્યો હતો. જેના બાદ પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહે સરેન્ડર પણ કર્યું છે.







































