આઇપીએલ ૨૦૨૬ ૨૮ માર્ચથી શરૂ થવાની છે. આ મેગા ટુર્નામેન્ટમાં બધાની નજર કોલકાતા નાઈટ રાઇડર્સના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ પર રહેશે. પોતાની આક્રમક બેટિંગ અને મેચ ફિનિશિંગ કૌશલ્ય માટે જાણીતા રિંકુ હાલમાં આઇપીએલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.આઇપીએલની તૈયારીઓ વચ્ચે, મેદાનની બહાર રિંકુ સિંહ માટે કેટલાક સારા સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે તેમને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. રિંકુ સિંહને રાજ્યમાં પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવશે.
ખરેખર, ઉત્તર પ્રદેશ સરકાર રિંકુ સહિત અનેક ખેલાડીઓને સરકારી નોકરીઓ આપવા જઈ રહી છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ યાદીમાં રિંકુ સિંહ ઉપરાંત અન્ય ઘણા ખેલાડીઓના નામ શામેલ છે. પેરા-એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રવીણ કુમાર અને પેરિસ ઓલિમ્પિકમાં હોકી મેડલ જીતનાર રાજ કુમાર પાલને નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવશે.
આ ઉપરાંત, પેરા-એથ્લેટ્સ અજિત સિંહ અને સિમરનને જિલ્લા પંચાયત રાજ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવશે, જ્યારે પ્રીતિ પાલને બ્લોક વિકાસ અધિકારીની જવાબદારી સોંપવામાં આવશે. આ બધી નિમણૂકો ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ચંદ્રક વિજેતાઓ સીધી ભરતી નિયમો-૨૦૨૨ હેઠળ કરવામાં આવી રહી છે, જે ઓલિમ્પિકસ, ઓલિમ્પિકસ,, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવા મુખ્ય કાર્યક્રમોમાં ચંદ્રકો જીતનારા ખેલાડીઓનું સન્માન કરે છે. ૨૪ માર્ચ, મંગળવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌના લોકભવન ખાતે આ ખેલાડીઓને નિમણૂક પત્રો સોંપશે.
ઉલ્લેખનીય છે કે રિંકુ સિંહની ટીમ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ૨૯ માર્ચે આઇપીએલ ૨૦૨૬ માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. દ્ભદ્ભઇનો પહેલો મુકાબલો મુંબઈ ઈન્ડીયન્સ સામે થશે. આ મુકાબલો વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. રિંકુ સિંહ પહેલી જ મેચથી આઇપીએલમાં સફળતા મેળવવા પર નજર રાખશે. રિંકુ લાંબા સમયથી કેકેઆર ટીમનો ભાગ છે, ૨૦૧૮ થી કેકેઆર સાથે છે. તેણે કોલકાતા માટે ૫૯ આઇપીએલ મેચોમાં ૧૦૯૯ રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, તેની સરેરાશ ૩૦.૫૨ અને સ્ટ્રાઈક રેટ ૧૪૫.૧૭ રહી છે.















































