સંસદના શિયાળુ સત્ર દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સોમવારે વહેલી સવારે લંડન જવા રવાના થયા. રાહુલ ગાંધી દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટથી ફ્લાઇટ નંબર મ્છ ૧૪૨ માં લગભગ ૩ઃ૨૦ વાગ્યે લંડન જવા રવાના થયા. લંડનથી, રાહુલ ગાંધી જર્મની જશે. આ માહિતી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવી છે.સંસદનું શિયાળુ સત્ર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ૧ ડિસેમ્બરથી શરૂ થયેલું આ સત્ર ૧૯ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં કુલ ૧૫ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. બંને ગૃહોમાં સોમવારે કાર્યવાહી ફરી શરૂ થશે, જેમાં બાકી રહેલા બિલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.સંસદનું શિયાળુ સત્ર અત્યાર સુધી તોફાની રહ્યું છે. વંદે માતરમ અને સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન મતદાર યાદી સુધારા અને ચૂંટણી સુધારા પર ચર્ચામાં વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી જાવા મળી છે.આ દરમિયાન, કોંગ્રેસે રવિવારે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન મતદાર યાદી સુધારામાં મત ચોરી અને અનિયમિતતાઓ સામેના તેના અભિયાનને વધુ તીવ્ર બનાવવામાં આવ્યું હતું. મતદાન ચોરી પર કોંગ્રેસની આ રેલી સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચૂંટણી નિષ્પક્ષતા પર ગરમાગરમ ચર્ચા વચ્ચે થઈ હતી. રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી.લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ રેલીને સંબોધિત કરી, ભાજપ અને આરએસએસ બંને પર નિશાન સાધ્યું. રામલીલા મેદાનથી બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, “તેઓ મત ચોરી કરે છે. ચૂંટણી દરમિયાન ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. ભારતીય ચૂંટણી પંચ ભાજપ સાથે સાંઠગાંઠ કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદો બદલી નાખ્યો જેથી ચૂંટણી કમિશનર ગમે તે કરે, તેમની સામે કોઈ કાર્યવાહી ન થઈ શકે.”









































