વડિયા-મોટી કુંકાવાવના રામપુર-તોરી ગામના રામરોટી આશ્રમ ખાતે સંતો-મહંતો અને દાતાઓનું સન્માન પૂજારી ચતુરભાઇ બોરડ દ્વારા કરવામાં આવેલ. આ તકે ૨૦૨૬ના લઘુકુંભ મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર, ઉતારામાં જાહેર આમંત્રણ આપીને ભૂખ્યા લોકોને ભોજન કરાવનારા સેવાભાવી મહેશભાઇ નસીતનું શાલ, સન્માનપત્ર અને કીટ આપીને બહુમાન આઝાદ યુવક મંડળના વિનુભાઇ કોટડિયાએ કર્યું હતું. આ પ્રસંગે ભજન-કીર્તન-ધૂનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ નિમિત્તે સાધ્વી શાંતિગીરી-કેવડિયા, કિશોરભગત-ધારી ગૌશાળા, અલ્પેશબાપુ-કેશવધામ પીઠડીયા, પ્રકાશબાપુ-ધારેશ્વર મહાદેવ, રતિભાઇ ગેવરીયા, ચંદ્રેશભાઇ વાળા સહિતના મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.