ગુજરાત રાજય માહિતી આયોગના સેક્રેટરી જયદીપ દ્વિવેદીના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આરટીઆઈ એક્ટ સંદર્ભે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી માર્ગદર્શન કરતા જયદીપ દ્વિવેદીએ અમરેલી સહિત રાજ્યભરના જિલ્લાઓમાંથી જોડાયેલા અધિકારીઓને વિવિધ જાહેર સત્તા મંડળ દ્વારા આરટીઆઇ એક્ટ અંતર્ગત થતી કામગીરીના આંકડા ગુજરાત માહિતી આયોગના પોર્ટલ પર અપલોડ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે ખાસ ગ્રામીણ કક્ષાના કે શાળા સ્તરના આરટીઆઈ એક્ટ હેઠળની અરજીઓના આંકડાઓ બાકી ના રહે તે માટે જરુરી તકેદારી લેવા અને ગુજરાત માહિતી આયોગના પોર્ટલ પર પણ અપલોડ કરવા માટે દિશાનિર્દેશ આપ્યા હતા.તેમણે કહ્યુ કે, ગુજરાત માહિતી આયોગનો વાર્ષિક અહેવાલ તૈયાર કરવાનો હોય છે, ત્યારે ચોકસાઈપૂર્વકના આંકડા મળે તે જરુરી છે અને તે દરેક સત્તામંડળની જવાબદારી છે.