રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૧.૩૦ લાખ કરતાં વધુ એકમોને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@જ્ર૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં સિંહફાળો આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઉદ્યોગ ક્ષેત્રમાં ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. રાજ્યમાં અંદાજે ૮૯
હજાર કરતાં વધુ ZEDરજિસ્ટર્ડ MSME અને ૫૯ હજાર કરતાં વધુ ZED-પ્રમાણિત સ્જીસ્ઈ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય દ્વારા જે પહેલા ‘ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ’ તરીકે ઓળખાતું હતું તેની જગ્યાએ ‘ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ’ની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં રાજ્યમાં ૨૩.૭૯ લાખ કરતાં વધુ એકમોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.