રાજુલા શહેરમાં આવેલા કુંભનાથ મંદિર ખાતે સમસ્ત મહાજન કમિટી દ્વારા ચોમાસામાં સારો વરસાદ અને લોકોની સુખાકારી માટે હવન યજ્ઞ કરવામાં આવે છે. આ તકે રાજુલા શહેરના વેપારીઓ દ્વારા બપોરે ૨.૦૦ વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મંદિરે આ હવનના દર્શનનો લીધો હતો. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા તમામ દર્શનાર્થીઓને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમસ્ત મુસ્લિમો દ્વારા સમાજમાં એકતા માટે બંદગી કરવામાં આવે છે.