રાજુલા શહેરમાં દીપડાની લટાર જોવા મળી છે. જેથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જ્યો છે. બ્રહ્મેશ્વર સોસાયટી વિસ્તારમાં આવેલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની સામેના મકાનમાં દીપડો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી દીપડો દીવાલ પર આંટાફેરા કરતો જાવા મળ્યો હતો. છે એક રહેણાંક મકાનની અગાસી પર દીપડો દેખાયો હતો. તે મકાનની દીવાલ પર શિકારની શોધમાં આંટાફેરા કરતો દીપડો જોવા મળતા ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા ચાર દિવસથી આ દીપડો વિસ્તારમાં અવરજવર કરી રહ્યો છે. સ્થાનિક રહીશો ભયના માર્યા પોતાના ઘરોના દરવાજા અને બારીઓ બંધ રાખી રહ્યા છે. આ બાબતની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા તેઓએ તપાસ શરૂ કરી છે અને પાંજરું મૂકી દીપડાને પકડવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.