એક પશુ ચિકિત્સકે આજથી આશરે એક વર્ષ પહેલા તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ ઇન્સ્ટાગ્રામમાં @mahalaxmi_fashion નામના એકાઉન્ટ પરથી ઓનલાઇન ચણીયાચોળી તથા અન્ય કપડાઓના વેચાણની જાહેરાત જોઇ હતી. જેમાં ઓર્ડર બુક કરાવતા આરોપીઓ દ્વારા પેમેન્ટ માટે કયુ.આર. કોડ આપેલ અને ફરિયાદીએ પેમેન્ટ કરી ઓર્ડર બુક કરાવેલ. બાદમાં આરોપીઓએ જણાવેલ કે તમારુ પેમેન્ટ ડીસ્પ્લે થયેલ નથી જેથી તમારે ફરીથી પેમેન્ટ કરવું પડશે અને આ રકમ તમને પરત મળી જશે. બાદમાં ફરિયાદીએ ફરીથી પેમેન્ટ કરેલ અને આરોપીઓએ જણાવેલ કે હજુ સુધી તમારૂ પેમેન્ટ ડીસ્પ્લે થયેલ નથી જેથી તમો ફરીથી ડબલ પેમેન્ટ કરો તમારૂ બધું પેમેન્ટ પરત મળી જશે એમ કહી અલગ અલગ ટ્રાન્જેકશન કરાવી ફરિયાદી પાસેથી કુલ રૂ.૯૯,૦૫૦/- ની રકમ પડાવી લઇ સાયબર ફ્રોડનો ગુનો આચરેલ હતો. આથી ફરિયાદીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા તેમણે સાયબર ફ્રોડ હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર તુરંત ફોન કરી ફરિયાદ કરેલ. પછી તેનો ગુનો રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો હતો. ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીઓના મૂળ નામ સરનામા અને મોબાઇલ નંબર મેળવેલ. આ તમામ મુદ્દાઓના આધારે આરોપીની ચોક્કસ ઓળખ થયેલ અને રાજસ્થાનના જયપુર ખાતેથી (૧) સન્ની રાજુભાઇ સૈન ઉ.વ.૨૦ (ધંધો.હેરકટીંગ રહે.જયપુર,ગોનેર રોડ) અને (૨) રવિન્દ્રસિંઘ જોગેન્દ્રસિંઘ ઉ.વ.૨૫ ધંધો.પ્રા.નોકરી(બેંકમાં) રહે.જયપુર,આગ્રા રોડ)ને પકડવામાં ટીમને સફળતા મળેલ છે. આ ઉપરાંત જે આરોપીઓને પકડવાના બાકી છે તેમાં પ્રિતમ બૈરવા (રહે.જયપુર,લુનીયાવાસ રોડ,રાજસ્થાન મૂળ.હરીયાણા), (૨) મોનુ સાખંલા (રહે.જયપુર,લુનીયાવાસ રોડ,રાજસ્થાન) (૩) MAHADEVBOOK.COM ŒÚkk REDDYANNA નામની ગેમીંગ વેબ સાઇટના ધારકોનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ દોઢેક વર્ષમાં ગુજરાતના અલગ અલગ જિલ્લા તથા શહેરોમાં કુલ રૂ.૭,૭૬,૧૯૯નું સાયબર ફ્રોડ કરેલની વિગત મળેલ. આ ઉપરાંત ઘણા અન્ય લોકો સાથે ફ્રોડ કરેલ. ગુજરાત ઉપરાંત અન્ય રાજયના લોકો સાથે પણ સાયબર ફ્રોડ આચરેલ. આ આરોપીઓને શોધવામાં રાજુલા પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળેલ છે.