રાજુલા પોલીસે મોટરસાયકલ ચોરીના બે ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે. રાજુલા પોલીસે ચોરાયેલા બંને મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા. ૦૩/૦૭/૨૦૨૫ ના રોજ રાજુલા ટાઉનમાં અને તા. ૦૪/૦૭/૨૦૨૫ ના રોજ મોટરસાયકલ ચોરાયા હતા. આ બંને બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ઈ-હ્લૈંઇ આધારે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને, રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમે રાજુલા ટાઉનના અલગ-અલગ સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે જાણવા મળ્યું કે બંને ચોરીમાં એક જ ઈસમ સંડોવાયેલો છે. પોલીસે આરોપી હસમુખભાઈ ડાયાભાઈ મીયાત્રા (રહે. મોટા રીંગણીયાળા, તા. રાજુલા, જી. અમરેલી) ને ઓળખી કાઢી, તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીમાં ગયેલા બંને મોટરસાયકલ પણ કબજે કરવામાં
આવ્યા છે.