રાજુલા પોલીસને બિભત્સ શબ્દો બોલી વીડિયો વાયરલ કરનારા ઈસમ સામે લાલ આંખ કરવામાં આવી હતી. સાવરકુંડલાના પીયાવા ગામના સુરેશ ગોહીલ અને કડીયાળી ગામના સંજય ધનજીભાઈ ખસીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ ઈન્સ્ટાગ્રામ આઈડી મારફતે વીડિયો બનાવી પોલીસ તંત્રની લોકોમાં છાપ ખરડાય તેવી રીતે રાજુલા પોલીસ વિરુદ્ધ બિભત્સ શબ્દોમાં જેમ ફાવે તેમ ગાળો બોલી હતી. તેમજ આ વીડિયો વાયરલ કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એફ. ચૌહાણ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.