રાજુલા પોલીટેકનિકમાં અભ્યાસ અર્થે જવાનું કહીને નીકળેલી જાફરાબાદની વિદ્યાર્થિની ગુમ થતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે જાફરાબાદમાં રહેતા દિનેશભાઇ પોલાભાઇ સોલંકી (ઉં.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી ખુશીબેન ગઇ તા.૦૭/૧૧/૨૦૨૫ના સવારના સાડા છએક વાગ્યે ઘરેથી રાજુલા જી.એમ.બી. પોલિટેકનીકમાં ડિપ્લોમા અભ્યાસ કરવા જવા માટેનું કહી કયાંક જતી રહી હતી.આજદિન સુધી પરત ન ફરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર. ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.







































