જાફરાબાદ શહેરમાં એસટી તંત્ર અને ખાસ કરીને રાજુલા ડેપોની જોહુકમી સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી એસટી બસો (બંદર ચોક) જૂના બસ સ્ટેશન સુધી આવતી નથી. તંત્ર દ્વારા આરસીસી રોડના કામનું બહાનું ધરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે જ રોડ પરથી ખાનગી લક્ઝરી બસો અને અન્ય ભારે વાહનો આરામથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઉના અને સાવરકુંડલા ડેપોની બસો બંદર ચોક સુધી આવે છે, પરંતુ રાજુલા ડેપોના ડ્રાઈવર-કંડક્ટર અને મેનેજરની મનમાનીને કારણે તેમની બસો અધવચ્ચે જ ઉભી રહી જાય છે. આ કારણોસર સિનિયર સિટીઝનો, મહિલાઓ અને દર્દીઓને અંદાજે એક કિલોમીટર સુધીનો રસ્તો પગપાળા કાપવો પડે છે