રાજુલા-જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા એસ.આઈ.આર. (મતદાન સુધારણા) કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નં. ૭ દ્વારા મતદાર યાદીમાંથી નામ રદ કરાયેલા નાગરિકોના પ્રશ્ને આજે રાજુલા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનરને સંબોધીને રાજુલા પ્રાંત કલેક્ટર મારફતે આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસ સમિતિએ રજૂઆત કરી હતી કે મતદાર યાદીમાંથી નામ રદ થવાના બનાવો લોકશાહી માટે ચિંતાજનક છે. આથી યોગ્ય તપાસ કરીને પાત્ર મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા પગલાં લેવાં જોઈએ, કારણ કે મતદાનનો અધિકાર દરેક નાગરિકનો બંધારણીય હક છે. કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું હતું કે, મતદારોના અધિકાર સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સહન કરવામાં નહીં આવે અને જરૂરી હોય તો લોકશાહી પદ્ધતિથી આગળ પણ લડત ચાલુ રાખવામાં આવશે.
આ તકે ટીકુભાઈ વરુ, ગાંગાભાઈ હડિયા, રવિરાજભાઈ ધાખડા, નાયાભાઈ ગુજર, વિઠ્ઠલભાઈ સોલંકી, જેડી કાછડ, હરેશભાઈ બાંભણિયા, દીપકભાઈ ત્રિવેદી, અબ્દુલભાઈ સેલોત, રસુલભાઈ દલ, રજાકભાઈ થૈયમ, હિતેશભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળ, યુવરાજભાઈ વરુ, અબ્દુલભાઈ ચાવડા, અનકભાઈ સાખટ અને વિજયભાઈ ખાસિયા સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.