રાજુલા ખાતે ભાજપના અગ્રણી રવુભાઈ ખુમાણના નિવાસસ્થાને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સૌજન્ય મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન રાજકીય તેમજ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ હતી. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, રાજુલા શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરૂ, નગરપાલિકા ચેરમેન હેમનભાઈ વસોયા, અતુલભાઈ વાઘેલા, ડો. હિતેશભાઈ હડીયા, સાગરભાઈ સરવૈયા, પરેશભાઈ લાડુમોર, ગજુભાઈ પરમાર, રજનીભાઈ જાળધરા, વનરાજભાઈ ધાખડા, રાજાભાઈ ધાખડા, જેડી ભાઈ ધાખડા તથા જયદીપભાઈ કોટીલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.