રાજુલામાં આવેલી એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં વેલકમ ડે અને ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે પ્રિન્સિપાલ રીટાબેન રાવળ દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાસ- ગરબા, ગીત, સ્પીચ, નૃત્ય, નાટક તથા અભિનયની બહેનો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અધ્યાપકો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા તેમજ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થિનીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટી દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને બોલપેનના સેટ આપવામાં આવ્યા હતા.