GWIL દ્વારા નાવડા હેડવર્ક ખાતે CT ઇન્સ્ટોલેશન અને ઢાંકી ખાતે સમ્પ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. ૦૬/૦૨/૨૦૨૬ થી ૦૮/૦૨/૨૦૨૬ સુધી સંપૂર્ણ શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ કામગીરી બાદ પણ વધારાના ૩૦ કલાક માટે અંશતઃ શટડાઉન રહેશે, જેના કારણે રાજુલા શહેર અને જૂથ યોજના હેઠળના તમામ ગામોમાં પાણી પુરવઠો ખોરવાશે. નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન રાજુભાઈ જાખરાએ જણાવ્યું હતું કે, હાલ રાજુલા ડેમમાંથી પાણી લઈ વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ સમયમાં ફેરફાર થઈ શકે છે. નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને જરૂરિયાત મુજબ સંગ્રહ કરવા અપીલ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થતા જ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.









































