રાજુલામાં પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ હેઠળ મફતપરા વિસ્તારમાં દરોડો પાડી ત્રણ શખ્સોને સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્‌યા હતા.રાજુલાના મફતપરા, બાબરગાળી, પાણીના ટાંકા પાસે જાહેર રોડ પર સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડતા જીવણભાઇ દાનાભાઇ બાળધીયા, ગોપાલભાઇ ભાણાભાઇ બાળધીયા, વિજયભાઇ બચુભાઇ ગોહીલ ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રોકડ રકમ રૂ. ૩,૪૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. બાંભણીયા વધુ તપાસ કરી રહ્યા છે.