રાજુલામાં સોની સાથે રૂપિયા ૪ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. હુસેનઅલી મુકતારઅલી અમીરી (ઉ.વ.૫૨)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દુકાને અજાણ્યા આરોપીએ આવી પ્રથમ હાર બતાવી તેમાંથી બે સોનાની કડીઓ આપી તેમને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં તેમની પાસે રહેલા હાર જે સોનાનો ન હોય અને ખોટો હોય તેમ છતાં સોનાનો છે તેમ કહી ફરિયાદી પાસેથી હારના રૂ.૪,૦૦,૦૦૦ રોકડા મેળવી વિશ્વાસધાત અને છેતરપિંડી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.