રાજુલામાં રહેતી એક યુવતી સાડી લેવા ગયા બાદ ગાયબ થઈ હતી. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. ચીરાગભાઈ સવજીભાઈ મકવાણા (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, વૈશાલીબેન (ઉ.વ.૨૫) દુર્લભનગરમાં નાથાભાઈના ઘરે સાડી લેવા ગયા હતા અને ત્યાંથી ક્યાંક જતા રહ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. બાંભણીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































