રાજુલા શહેર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ કર્મચારી મંડળ દ્વારા રવિવારે સાંજે ગાંધી મંદિર હોલ ખાતે બ્રહ્મસમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મીનાક્ષીબેન યાજ્ઞિક તથા મહિલા પીએસઆઈ શિલ્પાબેન જાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ ભાનુદાદા રાજગોર અધ્યક્ષ, અતિથિ વિશેષ તરીકે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી આશિષભાઈ જોષી અને ફોરેસ્ટ ઓફિસર રાજ્યગુરુભાઇની ઉપસ્થિતિમાં
પલકબેન જાનીએ નૃત્ય તથા યક્ષ પંડ્‌યાએ શ્લોક ગાન કર્યું હતું. આ તકે ધો.૮ થી કોલેજ સુધીના અભ્યાસમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનારા કુલ ૪૦ જેટલા દીકરા-દીકરીઓને મોમેન્ટો તેમજ ઘર ઉપયોગી ગિફ્‌ટ દ્વારા મંડળના પ્રમુખ કીરીટભાઈ જાની, મહામંત્રી પ્રવિણભાઈ જાની, કારોબારી ચીફ વિજયભાઈ જોષી, મનસુખભાઈ જોષી, ભુપતભાઇ જોષી તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.