રાજુલા શહેરમાં બાયપાસ નજીક આવેલા વિનાયક વિલા કોમ્પ્લેક્સમાં ભવ્ય મહાપૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય યોગી પુરુષોત્તમદાસ સ્વામી (મહુવા),પૂજ્ય અખંડ મંગલમ સ્વામી (ઉના), પૂજ્ય નારાયણ સેવક સ્વામી (મહુવા), અને પૂજ્ય ઉત્તમ સેવા સ્વામી (ઉના) જેવા સંતોએ હાજરી આપી હતી. ઘનશ્યામભાઈ સામતભાઈ પરમાર પરિવાર દ્વારા પૂજા-અર્ચન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક અવસરમાં રાજુલાના સર્વ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભક્તિ, ભાવ અને ભોજનના આ ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો અને માતાઓએ લાભ લીધો હતો.








































