રાજુલામાં વાવેરા રોડ કબ્રસ્તાન પાસેથી ૫ શકુની ઝડપાયા હતા. તેમની પાસેથી રૂ. ૧૧,૬૫૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. અકબરશા અલારખશા કનોજીયા, કાદરશા અલારખશા કનોજીયા, હનીફશા હાજીશા પઠાણ, મુસ્તુફા સતારશા સોરઠીયા તથા બહાદુરશા કાદરશા પઠાણ ગોળ કુંડાળુ વળી પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા રેઇડ દરમિયાન ઝડપાયા હતા.










































