રાજુલામાં રહેતા કંડોળીયા બ્રાહ્મણ કૃણાલભાઈ ધનસુખભાઈ અધ્વર્યુના ૧૧ વર્ષીય પુત્ર રુદ્ર જે ધોરણ-પમાં અભ્યાસ કરે છે. ખેલ મહાકુંભ-ર૦રપ અંતર્ગત અંડર-૧૧ની કેટેગરીમાં ચેસ સ્પર્ધામાં ભાગ લઈ તાલુકા લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. રુદ્રએ ચેસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લેતા ત્યાં પણ પ્રથમ ક્રમાંક મેળવતા રાજુલા કંડોળીયા બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ રાજુલાનું ગૌરવ વધારવા બદલ રુદ્ર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

































