રાજુલામાં નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ નિમિત્તે “સ્વદેશી મેલો – શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળાનો તા. ૨૭ ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે અને ૦૮ માર્ચ સુધી મારુતિધામ મંદિર, તળાવ પાસે, રાજુલા ખાતે યોજાશે. આ મેળામાં મહિલા સ્વસહાય જૂથો તથા અન્ય બહેનો દ્વારા “વોકલ ફોર લોકલ” અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વિવિધ સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે અને નાના ઉદ્યોગોને બજાર મળે તે હેતુસર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.