રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પોક્સોના ફરાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. આરોપી અશ્વીનભાઇ પરશોતમભાઇ પારગી પોકસો એકટની કલમ ૪, ૬, ૮, ૧૮ મુજબનો ગુનો આચરીને પોતાની ધરપકડ ટાળવા ભાગી ગયેલ હતો. જેથી ઇન્સ્પેકટર એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ શોધી કાઢી આગળની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી એએસઆઇ મધુભાઇ પોપટ, હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ, હેડ કોન્સ. હરેશભાઇ વાળા, હેડ કોન્સ. મનુભાઇ માંગાણી, હેડ કોન્સ. સુરેશભાઇ મેર અને મહિલા કોન્સ. પ્રિયંકાબેન જાની દ્વારા કરવામાં આવેલ છે.