રાજુલામાં રહેતી એક પરિણીતાની તબિયત સારી ન હોવાથી તેણે પતિને ચા બનાવી આપવાની ના પાડી હતી. જેથી પતિને સારું નહોતું લાગ્યું અને ગાળો આપી હતી. તેમજ ચરિત્ર બાબતે પણ શંકા કરી હતી. બનાવ સંદર્ભે સમીરાબેન અમીરભાઈ પઠાણ (ઉ.વ.૨૫) અમીરભાઈ ઈનુસભાઈ પઠાણ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની તબિયત સારી ન હોવાથી સુતા હતા. તે સમયે પતિએ જગાડીને ચા બનાવવાનું કહેતા તેમણે મારી તબિયત સાર નથી તેમ કહ્યું હતું. જેથી પતિને સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ ચરિત્ર બાબતે પણ શંકા કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે વી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.