રાજુલા શહેરમાં ST બસ સ્ટેન્ડ નજીક આવેલ A.D. એન્ટરપ્રાઇઝમાં મોડી રાત્રે આશરે ૨ઃ૩૦ કલાકે અજાણ્યા શખ્સો દ્વારા તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરો શોરૂમમાં પ્રવેશ્યા હતા, પરંતુ નવા મોબાઈલ રાખેલ કબાટના તાળા ન તૂટતા, તેઓ મોટાભાગનો માલ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે, આ ચોરો શોરૂમમાં ગ્રાહકોને બતાડવા માટે રાખવામાં આવેલા કુલ પાંચ નંગ ડેમો મોબાઈલ ચોરી કરીને ભાગી ગયા હતા. વહેલી સવારે શોરૂમના માલિકને જાણ થતાં, તેમણે તાત્કાલિક રાજુલા પોલીસને જાણ કરી. પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ CCTV ફૂટેજની મદદથી ચોરોને પકડવાની કાર્યવાહી કરી રહી છે.









































