રાજુલા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ‘પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન’ને વેગ આપતા ટીબીના દર્દીઓ માટે નિઃશુલ્ક પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખાસ હાજરી આપી દર્દીઓને પ્રોટીનસભર કીટ અર્પણ કરી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. નિલેશ કલસરીયાના જણાવ્યા અનુસાર, દર્દીઓની ઝડપી રિકવરી માટે આ ન્યુટ્રિશન કીટ ખૂબ ઉપયોગી નીવડશે. આ સેવાકાર્યમાં આરોગ્ય વિભાગના સ્ટાફે સ્વખર્ચે ફાળો આપ્યો હતો.










































