રાજુલામાં રહેતા એક કડીયાએ ગાળો આપવાની ના પાડતાં માથામાં લોખંડની પાઇપ મારવામાં આવી હતી. બનાવ અંગે દિપકભાઈ રામજીભાઈ બાબરીયા (ઉ.વ.૩૨)એ છતડીયા ગામના સુરાભાઈ તથા તેમના ભાણેજ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમને વગર વાંકે ગાળો આપતો હતો. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં લોખંડના પાઇપનો ઘા માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી. એસ. બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































