રાજુલાની પૂંજાબાપુ ગૌશાળામાં ૯૦૦ અપંગ ગાયોની સેવા માટે મકરસંક્રાંતિએ દાનનો ધોધ વહ્યો હતો. એવરેસ્ટ મસાલા પેઢીએ રૂ.૬૫ લાખનો આધુનિક શેડ અર્પણ કર્યો, જ્યારે રુદ્રગણ ગ્રુપે લોકમેળાની આવકમાંથી રૂ.૧૩,૧૩,૦૧૩ અને મોક્ષધામ માટે રૂ.૫ લાખનો ચેક આપ્યો. વિવિધ ટીમોએ રૂ.૫ લાખનું વધારાનું ફંડ એકત્ર કરી નિઃસ્વાર્થ ગૌસેવા કરતા આ ઉદાહરણીય કાર્યની પંથકમાં પ્રશંસા થઈ છે.







































