રાજુલામાં આઈ.ડી.બી. આઇ બેન્ક દ્વારા આજે સિવિલ હોસ્પિટલમાં ત્રણ આધુનિક મશીન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના રિજનલ હેડ અશોક રાનદાની, વિમલ પિત્રોડા, આઈ.ડી.બી.આઈ બેન્ક રાજુલા બ્રાંચ હેડ જીતેન્દ્ર બોલીયા, પંકજ કણજરીયા, પ્રવિણ બારોટ, રાઘવ બલદાણીયા, જય દુધાત્રા, વિવેક જૈન, નાગરાજ ધાખડા, વિનોદ પરમાર, કલ્પેશ બારૈયા સહિતના અધિકારીઓ હાજર રહેલ. હૃદયની કોઈપણ ઇમરજન્સીના સમયે આ આ ડીફીબ્રિલેટર મશીન હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આજના આ કાર્યક્રમમાં રાજુલા હોસ્પિટલના અધિક્ષક ડો. શિલ્પા જાવિયા, આર.એમ.ઓ ડો. ખુમાણ, ડો. હરેશ જેઠવા, ડો. વિનુભાઈ કલસરિયા, ડો. વિમલ ધાનાણી, ડો. ડી.જી. પરમાર, ડો. જય વાળાકી, હોસ્પિટલ સ્ટાફ જીંજાળાભાઈ, વાળાભાઈ વગેરે હાજર રહેલ.









































