રાજુલાની ૧૩ વર્ષની દીકરીએ સાણંદ સ્થિત ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા સાથે પિસ્તોલ શૂટિંગમાં અસાધારણ સફળતા મેળવી છે. સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ પ્રૂવ ટેલેન્ટ પરીક્ષામાં તેની જી્‌હ્લ પ્રથમ રેન્ક સાથે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટ્‌ર્સ સ્કૂલ માટે પસંદગી થયેલી છે. આ સફળતાથી રાજુલા શહેરનું ગૌરવ વધાર્યું છે. દીકરીઓ પણ દીકરાથી કંઇ ઓછી નથી, તેવો સંદેશો આ દીકરીએ લોકોને આપ્યો છે. રાજુલાની વિવિધ સંસ્થાઓ તરફથી તેને શુભેચ્છાઓનો વરસાદ થયો છે.